એક માણસ હતો. બહુ જ સ્વાર્થી , ફક્ત પોતાનો જ વિચાર કરે. તેના જીવનમાં એકવાર પ્રણયનો પ્રસંગ બન્યો. જીવનમાં પ્રથમવાર તેણે પોતાનો સ્વાર્થ છોડી બીજાના માટે કઈક કરવાનો વિચાર કર્યો. તેણે તેના પ્રિયપાત્રની માટે બહુ બધુ કર્યું , ત્યારબાદ બન્યું એવું કે એ વ્યક્તિ તે માણસને છોડીને જતી ર હી . ઘણા એવા લોકો હોય છે જે સંબંધ ખરાબ થયા પછી નવા સબંધો બાંધવાનું ટાળે છે. એક ડર અને એક માન્યતા તેમના મનમાં ઘર કરી જાય છે કે "બધા એક સરખા જ હોય છે." એ પછી તે માણસ પોતાને હિમ્મત આપવા લાગ્યો. પોતે સ્ટ્રોંગ છે એમ સમજવા લાગ્યો. કોઈકના દ્વારા તરછોડાયા બાદ ત...